Home News જામનગર:મહિલાઓના જુગારધામ પર ત્રાટકી પોલીસ,ચાર મહિલા જુગાર રમતી પકડાઈ

જામનગર:મહિલાઓના જુગારધામ પર ત્રાટકી પોલીસ,ચાર મહિલા જુગાર રમતી પકડાઈ

મચ્છરનગર વિસ્તારમાં જુગારધામ ચલાવતી મહિલા ફરાર

પોલીસે 10,200ની રોકડ સહિતની મતા કબ્જે કરી

Face Of Nation:જામનગર:શહેરના મચ્છરનગર વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતી ચાર મહિલાને પકડી પાડી રૂ.10,200ની રોકડ રકમ સહિતની માલમતા કબજે કરી હતી. જ્યારે પોલીસના આ દરોડા દરમિયાન સંચાલિકા મહિલા ફરાર થયાનુ જાહેર થયુ છે. હાલ તેને શોધવા પોલીસ તપાસ કરી રહી છે.

જુગાર અખાડાની મહિલા સંચાલિકા ફરાર
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં સીટી બીના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ વાય.એ. દરવાડીયા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતો, જે દરમિયાન ટીમના હેડ કોન્સટેબલ ચંદ્રવિજયસિંહ ઝાલા અને હરદીપભાઇ બારડની ટીમને મચ્છરનગર નજીક ત્રણ માળીયા બ્લોકના એક રહેણાંક મકાનના રૂમમાં બહારથી મહિલાઓને બોલાવીને નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવાતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે કૌશલ્યાબા અજીતસિંહ રાઠોડના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ચાર મહિલા જુગાર રમતી હોવાનુ માલુમ પડયુ હતુ. જેથી પોલીસે મીનાબા બહાદુરસિંહ જાડેજા, ભાવનાબેન ઉર્ફે ઇન્દુબેન રતીલાલ ચાંદેલા, હિનાબેન મનસુખભાઇ વાઝા અને સંજનબા વિક્રમસિંહ સોઢાને પકડી પાડી રૂ.10,200ની રોકડ રકમ સહિતની માલમતા કબજે કરી હતી. જયારે પોલીસના આ દરોડા વેળાએ જુગારના અખાડાની સંચાલિકા મકાનધારક કૌશલ્યાબા ફરાર થઇ ગયાનું ખુલતા પોલીસે તમામ પાંચેય મહિલા સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.