Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ટોટલ નોંધાયેલા કેસો અને રિકવરી કેસો જાણવા...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ટોટલ નોંધાયેલા કેસો અને રિકવરી કેસો જાણવા કરો અહીં ક્લિક

Face Of Nation, 20-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 43માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 146માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,302 નવા કેસ નોંધાયા છે અને 267 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,787 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 531 દિવસના નીચલા સ્તર 1,24,868 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.

દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5754 કેસ નોંધાયા છે અને 49 સંક્રમિતોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં 115,79,69,274 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 51,59,931 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 99 હજાર 925
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 09 હજાર 708
એક્ટિવ કેસઃ 1 લાખ 24 હજાર 868
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 349(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)