Home News ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ, 44 દર્દીઓ સાજા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ, 44 દર્દીઓ સાજા

Face Of Nation, 20-11-2021: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 44  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,10,463 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, ગાંધીનગર  કોર્પોરેશનમાં 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 2, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ કોર્પોરેશન 2,  સાબરકાંઠા 2, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 7  અને  વલસાડમાં 4  કોરોનાના  કેસ નોંધાયા છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 323  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 319 નાગરિકો સ્ટેબલ છે. 8,16,770  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2212 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11808 નાગરિકોને રસીનો પ્રથમ અને 95610 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 35728 નાગરિકોને રસીનો પ્રથમ અને 265099 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,10,463 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,69,79,814 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)