Home Uncategorized મુંબઇમાં કોરોનાનો કહેર, નવા કેસ મળતા BMCએ 13 ઈમારતોને સીલ કરી

મુંબઇમાં કોરોનાનો કહેર, નવા કેસ મળતા BMCએ 13 ઈમારતોને સીલ કરી

Face Of Nation, 21-11-2021:  દેશભરમાં કોરોનાના મામલા ભલે થોડા થોડા કરી ને ઓછા થઈ રહ્યા છે. પરંતુ સંકટ હજું ટળ્યું નથી. મુંબઈના કેટલાક વિસ્તારોથી સંક્રમણના નવા કેસ સતત સામે આવી રહ્યા છે. જો કે શનિવારે BMCના 13 ઈમારતોને સીલ કરી દેવામાં આવી છે. અધિકારીઓને એ વાતનો ખતરો છે કે જો પ્રતિબંધ ન લગાવવામાં આવ્યા તો કેસ વધી શકે છે. શનિવારે મુંબઈથી કોરોનાના કુલ 195 નવા કેસ સામે આવ્યા. જ્યારે વાયરસના સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયુ.

BMCના જણાવ્યાનુસાર ગત 24 કલાક દરમિયાન મુંબઈમાં 350 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન કોરોનાના 37661 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં મુંબઈમાં 1, 21, 08, 846 સેમ્પલના ટેસ્ટ થઈ ચૂક્યા છે. અહીં રિકવરી રેટ 97 ટકા છે. બીજી તરફ પૂણેના ગ્રામીણ વિસ્તારોમાં 100 નવા મામલા સામે આવ્યા છે. પૂણે શહેરમાં 88 નવા મામલા આવ્યા છે.

BMCના જણાવ્યાનુંસાર 314 એક્ટિવ કેસ આ દિવસોમાં મુંબઈના અંધેરી પશ્ચિમમાં છે. તે બાદ બાંદ્રામાં 214, અંધેરી ઈસ્ટમાં 196 અને બોરીવલીમાં 191 કેસ છે. મુંબઈમાં આ સમયે 20થી વધારે બિલ્ડિંગ સીલ છે. અધિકારીઓના જણાવ્યાનુંસાર સ્થિતિ કાબૂમાં છે. લોકોને આ સમયે પ્રોટોકોલને ફોલો કરવા કહેવાઈ કહ્યું છે.

મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 833 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે સંક્રમણથી 15 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 66,29, 577 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. તો 1, 40, 722 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર ગત 24 કલાકમાં 2271 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 64, 74, 952 લોકો સાજા થયા છે. ત્યારે હાલ 10, 249 દર્દીની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં રિકવરી રેટ 97.67 ટકા અને મૃત્યુદર 2.12 ટકા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)