યાદવ પરિવારનું આલીશાન મકાન સહિત 41 બેંક ખાતા જપ્ત થશે
ઘાસ કૌભાંડમાં 23 ડિસેમ્બર, 2017થી લાલુ યાદવને સજા મળી છે
છેલ્લાં ઘણાં સમયથી લાલુ જેલની બદલે હોસ્પિટલમાં સારવાર હેઠળ
Face Of Nation:પટનાઃ બેનામી સંપત્તિના મામલે RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પરિવાર સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત થશે. તે માટે ઓથોરિટીએ આવકવેરા વિભાગની પહેલી અપીલ પર મહોર લગાવી દીધી છે. એરપોર્ટની પાસે બનેલાં એક આલિશાન બંગલા ઉપરાંત યાદવ પરિવારના બેંક સાથે જોડાયેલાં 41 ખાતાઓ જપ્ત થશે. બેલી રોડ નજીર એરપોર્ટના પાસેનું મકાન ‘ફેર ગ્રો હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીના નામે છે.
આ કંપનીના ડાયરેક્ટરમાં લાલુના બંને પુત્ર તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવનું ઉપરાંત બે પુત્રી રાગિની અને ચંદા સામેલ છે. તેમનો ડાયરેક્ટર પદે રહેવાનો કાર્યકાળ 2014થી 2017 સુધીનો છે. ફેયર ગ્રો હોલ્ડિંગ કંપનીની હેડઓફિસ દિલ્હીમાં છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મકાનને સ્થાયી રીતે જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પહેલાં ટાટા ગ્રુપની સંપત્તિ હતીઃ ગત વર્ષે એપ્રિલ 2018માં આવકવેરા વિભાગે એરપોર્ટની પાસે સ્થિત મકાનને અસ્થાયી રીતે જપ્ત કર્યું હતું. પહેલાં આ બિલ્ડિંગ ટાટા ગ્રુપની સંપત્તિ હતી. જેની કિંમત 3 કરોડ 67 લાખ રૂપિયા છે. વર્તમાન માર્કેટ વેલ્યૂ પ્રમાણે કિંમત વધી હોય શકે છે.
EDએ કરોડોની સંપત્તિ જપ્ત કરી છેઃ આ પહેલાં EDએ પણ દિલ્હીથી પટના સુધીની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં લાલુની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી, તેમના પતિનો દિલ્હી સ્થિત ફાર્મ હાઉસ ઉપરાંત પટનાની આજુબાજુ જમીન અને અન્ય સંપત્તિ સામેલ છે.
નોટબંધી દરમિયાન મજૂરોના નામે લાખો રૂપિયા જમા કરાવ્યાં: અશોક રાજપથ વિસ્તારમાં સ્થિત બિહાર અવામી કોઓપરેટિવ બેંકમાં નોટબંધી દરમિયાન નકલી મજૂરોના નામે ખાતા ખોલાવી 500-1000ની જૂની નોટ જમા કરાવી હતી. એવાં 31 ખાતાઓની સાથે તેમાં જમામ લાખો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. અવામી બેંકમાં લાલુના નજીક પૂર્વ એમએલસી અનવર અહમદ ઉર્ફે કબાબ મંત્રી ચેરમેન અને અહમદના પરિવારના લોકો ડાયરેક્ટર તરીકે હતા. નોટબંધી પછી ઈન્કમટેક્સ અને CBIએ બેંકની અનેક બ્રાંચમાં દરોડા પાડ્યા હતા.