Face Of Nation, 21-11-2021: ખેડૂતોએ સરકારના એલાનના ફેસલા પર બોલાવેલી બેઠક હવે 27 નવેમ્બર સુધી ટાળી દીધી છે. હવે 27 નવેમ્બરે આ બેઠક યોજાશે જેમાં આંદોલનની દિશા અને ભવિષ્યની રણનીતિ અંગે નિર્ણય થશે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે પહેલેથી નક્કી કાર્યક્રમો તો થશે. સંયુકત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે લખનઉમાં યોજાનારી મહાપંચાયતમાં પણ તેના પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ થશે.
We'll write open letter to PM. Pending demands will be mentioned in it – MSP Committee, its rights, its time frame, its duties; Electricity Bill 2020, withdrawal of cases. We'll also write to him to sack the Minister (Ajay Mishra Teni) over Lakhmipur Kheri: Balbir Singh Rajewal pic.twitter.com/CdsHSoVKNI
— ANI (@ANI) November 21, 2021
બલબીરસિંહ રાજેવાલે આ માહિતી આપતાં કહ્યું હતું કે, 22 નવેમ્બર, 26 નવેમ્બરે મહાપંચાયતનું એક વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીની દરેક સરહદ પર સભા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ૨૯ નવેમ્બરે સંસદ ના કાર્યક્રમ પર ૨૭ નવેમ્બરે એક બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
We discussed repeal of farm laws. After this, some decisions were taken.SKM's predecided programs will continue as it is – Kisan panchayat in Lucknow on 22nd, gatherings at all borders on 26th and march to Parliament on 29th: Farmer leader Balbir Singh Rajewal at Singhu border pic.twitter.com/KqeUY2Nzi7
— ANI (@ANI) November 21, 2021
યુનાઇટેડ કિસાન મોરચા આંદોલન અંગે કોઈ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવા માંગતો નથી. ખેડૂત નેતાઓ કોઈ પણ ઔપચારિક જાહેરાત પહેલાં બુધવારે, 24 નવેમ્બરે કેબિનેટની સંભવિત બેઠક સુધી રાહ જોવા માંગે છે. કેબિનેટની બેઠકમાં કૃષિ બિલ પાછું ખેંચવાના નિર્ણયને ઔપચારિક મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)