Home News આજે સાબરમતી નદીના કિનારે સ્નેહનો દરિયો ઉભરાયો – ભૂપેન્દ્ર પટેલ

આજે સાબરમતી નદીના કિનારે સ્નેહનો દરિયો ઉભરાયો – ભૂપેન્દ્ર પટેલ

Face Of Nation, 21-11-2021: નવા વર્ષમાં રાજ્યના દરેક મહાનગરોમાં ભાજપ દ્વારા સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદ શહેર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપે પરોક્ષ રીતે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા 2000 બાઇકોની વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી રિવરફ્રન્ટ વલ્લભસદનથી ઇવેન્ટર સેન્ટર સુધી આયોજીત થશે. આશરે 5000 જેટલા કાર્યકરો આ કાર્યક્રમમાં જોયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇનેન્ટ સેન્ટર ખાતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત સી.આર પાટીલ સહિત અનેક ઉચ્ચ નેતાઓ હાજર રહ્યા હતા. જો કે સાબરમતી રિવરફ્રન્ટ પર સેંકડો બાઇકોની રેલી નિકળતા ટ્રાફીક જામ સર્જાયો હતો. રિવરફ્રન્ટથી વલ્લભસદન સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો હતો. રિવરફ્રન્ટ પર મોટા પ્રમાણમાં ભાજપના ઝંડાઓ સાથે બાઇકો અને ગાડીઓનો ઠઠ જામ્યો હતો. આ ઉપરાંત ડી.જે અને ઢોલના તાલે પણ કાર્યકરો ઝુમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર સહિત અનેક આગેવાનો જોડાયા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે સાબરમતી નદીના કિનારે સ્નેહનો દરિયો ઉભરાયો છે. કેટલાય સમય પછી બધાને બહાર નીકળવાનો મોકો મળ્યો છે. આજે બધાનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબનો વટ પાડ્યો છે. બધા દાદા દાદા બુમો પાડી શકે તો દાદા કુટુંબ માટે શું કરી શકે એ કરવાની તૈયારી છે. નાનામાં નાના કાર્યકર્તાને કયાંય જરૂર પડે તેના માટે દાદા બનવા તૈયાર. સારા કાર્યકર્તા સારો નેતા બની શકે છે. સાથે કામ કર્યું અને સાથે આગળ કઈ રીતે આગળ લઈ જઈએ તેનો સંકલ્પ કરવાનો છે. આપણે કયાંય ને ક્યાંય બધું તૈયાર કહીએ બધું આપીએ પરંતુ છેલ્લે ખબર પડે કેટલી તકલીફ પડે. આપણે પ્રજાની વચ્ચે રહી કાર્ય કરવાનું છે.

તેઓએ વધુમાં કહ્યું, ખૂબ સારા કામ થયા અને કરવાના છે. અમદાવાદમાં સ્ટેન્ડિગ ચેરમેન હતું અને પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે ફૂલગુલાબી બજેટની બુમો આવતી હતી. વિકાસનું એકપણ કામ અટક્યું નથી. ખૂબ સારી રીતે સરકાર કામ કરી રહી છે. આજે અને આવતીકાલ ભાજપની જ સરકાર રહેશે. જે બેસે એ ભાજપનો કાર્યકર્તા છે. કુટુંબ સાચવવાનું હોય ત્યારે વડીલ હોય ત્યારે બધાએ ગમો અને અણગમો હોય ત્યાં સહન કરતા હોય ત્યારે ભેગા રહી શકાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)