Home News અમદાવાદીઓ ક્યાંક અશુદ્ધ હવા તો નથી લહી રહ્યાને! શહેરના આ વિસ્તારનો ઈન્ડેક્સ...

અમદાવાદીઓ ક્યાંક અશુદ્ધ હવા તો નથી લહી રહ્યાને! શહેરના આ વિસ્તારનો ઈન્ડેક્સ 200થી ઉપર નોંધાયો

Face Of Nation, 21-11-2021: ગુજરાતના અમદાવાદ શહેરમાં રવિવારે હવાના પ્રદૂષણમાં વધારો થતા એરપોર્ટ ખાતે રાત્રિના સમયે એર કવોલીટી ઈન્ડેકસ ૨૦૦ ઉપર તેમજ પિરાણા ખાતે ૧૪૫ ઉપર નોંધાવા પામ્યો હતો. જેને લઈને વિઝિબિલિટી ઘટતા નજીકના અંતરેથી પણ જોવામાં તકલીફ પડી રહી હતી.

રવિવારે ગાઢ ધુમ્મસ સાથે કેટલાક વિસ્તારમાં હવાના પ્રદૂષણમાં દિલ્હી કરતા પણ હવાનું પ્રદૂષણ વધવા પામ્યા હોવાની અટકળો શહેરીજનોમાં સાંભળવા મળી હતી.રાત્રિના સમયે અમદાવાદ શહેરનો ઓવર ઓલ એર કવોલિટી ઈન્ડેકસ ૮૬ ઉપર નોંધાયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ, રવિવારે સવારના સમયે શહેરના દક્ષિણમાં આવેલા કેટલાક વિસ્તારોમાં હવાનુ પ્રદૂષણ વધતા એર કવોલિટી ઈન્ડેકસ દિલ્હીથી પણ ઉંચો રહ્યો હોવાની ચર્ચાની વચ્ચે હવામાં રહેલા પ્રદૂષણની માત્રા દર્શાવતી સફર એપ્લિકેશન ઉપર રાત્રિના નવના સુમારે એરપોર્ટ વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેકસ સૌથી વધુ ૨૦૦ સુધી જોવા મળ્યો હતો.

પિરાણા ખાતે એર કવોલિટી ઈન્ડેકસ ૧૪૫ તેમજ મધ્ય ઝોનમાં આવેલા રાયખડ વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેકસ ૧૦૩ ઉપર નોંધાયેલો જોવા મળ્યો હતો. પૂર્વના રખિયાલ વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેકસ ૭૯ ઉપર નોંધાયો હતો.સેટેલાઈટ વિસ્તારમાં ૭૩ તથા બોપલ વિસ્તારમાં ૭૩ ઉપર એર કવોલિટી ઈન્ડેકસ નોંધાયો હતો. નિષ્ણાતોમાંથી જાણવા મળતી વિગત મુજબ, હવામાં પી.એમ.-૧૦ ની માત્રા ૧૦૦થી વધવી ના જોઈએ. ૧૨૦ ઉપરની માત્રા નોંધાય તો એ વિસ્તારની હવામાં પ્રદૂષણની માત્રા વધુ છે એમ માનવામાં આવે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)