Home World પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી રોજ 70 હજાર પ્રવાસીઓને પાંચ ગણાથી વધુ ભાડું...

પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી રોજ 70 હજાર પ્રવાસીઓને પાંચ ગણાથી વધુ ભાડું ચૂકવવાની સતાવતી પીડા

યુરોપિયન દેશ, ઉત્તર અમેરિકા અને ખાડી દેશ તરફ જતી ફ્લાઈટ્સ પર અસર
એરલાઈન્સને ઈંધણ ભરાવવા માટે લેન્ડિંગ ચાર્જ 50 લાખ રૂપિયા સુધી વધુ ખર્ચ કરવો પડે છે
વધુ સમય અને રૂપિયા કેમ લાગી રહ્યા છે?

Face Of Nation:બાલાકોટ હુમલા પછી પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ છે. આ કારણે યુરોપિયન દેશ, ઉત્તર અમેરિકા અને ખાડી દેશ તરફ જતી ફ્લાઈટ્સ પર અસર થઈ રહી છે. આ ફ્લાઈટ્સ ગુજરાતની ઉપરથી અરબી સમુદ્ર પાર કરતા જઈ રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસસીઓ સમિટમાં ભાગ લેવા કિર્ગિસ્તાન જવાનું હતું, પરંતુ તેમણે પાક. એરસ્પેસનો ઉપયોગ કર્યો નહીં.

6 ક્લાક વધુ લાગી રહ્યા છે અને ભાડું પણ વધુ આપે છે
એવિયેશન એક્સપર્ટ અને સારથી એવિયેશનના ચેરમેન ગુલાબ સિંહે જણાવ્યું કે તમામ નાના દેશોથી આવતી સીધી ફ્લાઈટ્સ બંધ છે. પેસેન્જર ટુકડામાં ફ્લાઈટ લઈને ગંતવ્ય સુધી જઈ રહ્યા છે, જેનાથી બુકિંગ વધ્યા છે. યુરોપિયન દેશો-ઉત્તરી અમેરિકા તરફ જનારા પેસેન્જર 4થી 5 ગણા સુધી વધુ ભાડું ચૂકવી રહ્યા છે. પાકિસ્તાનમાં કુલ 11 પોઈન્ટ છે, જે બંધ છે. અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝીકિસ્તાન વગેરે દેશોમાં જનારા લોકોએ દુબઈ થઈને જવું પડી રહ્યું છે. વધુ ભાડાં સિવાય અહીં 6 ક્લાક સુધી વધુ સમય લાગી રહ્યો છે.

હવે ઈંધણ ભરવામાં બે ક્લાકથી વધુ સમય લાગી રહ્યો છે
યુરોપિયન દેશ, ઉત્તરી અમેરિકાની ફ્લાઈટ્સ નોનસ્ટોપ નથી જઈ શકતી. તેને શારજાહ અથવા વિએનામાં ઈંધણ ભરાવવું પડી રહ્યું છે. એરલાઈન્સને તેના માટે લેન્ડિંગ ચાર્જ 50 લાખ રૂપિયા સુધી વધુ ખર્ચ કરવો પડે છે. આ સિવાય ક્રૂ અને એન્જિનિયરોની ટીમ પણ નિયુક્ત કરવી પડે છે. તેમાં જ બે ક્લાકનો સમય ખરાબ થાય છે. એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમાર જણાવે છે કે વધુ ખર્ચ આવવાના કારણે એર ઈન્ડિયાએ વચ્ચે પેટ્રોલ ભરાવવાનું જ બંધ કરી દીધું છે, હવે સીધી ફ્લાઈટ જઈ રહી છે. બીજી બાજુ ખાડી દેશો તરફ જતી ઈન્ડિગોની સેવાઓ પર અસર થઈ રહી છે.