Face Of Nation, 22-11-2021:29 નવેમ્બરથી શરુ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવ્યાં છે. વિપક્ષો સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવાના મૂડમાં નથી તે પારખી લેતા પ્રધાનમંત્રી મોદીએ અત્યારથી કમર કસી છે. તેથી તેમણે સત્રના એક દિવસ એટલે કે 28 નવેમ્બરે બે મોટા કામ કરવાનો નિર્ણય કર્યો છે. 28 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને બીજું તે જ દિવસે ભાજપ સંસદીય દળની બેઠક પણ મળવાની છે. સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદી સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલવા દેવામાં આવે તેવી વિપક્ષને અપીલ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ પાસે સંસદની સારી કામગીરી સંબંધિત સૂચનો પણ માગવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, રદ કરવામાં આવેલા કૃષિ કાયદા અને એમએસપી પર કાયદાની ખેડૂતોની માગ જેવા મુદ્દા સર્વપક્ષીય બેઠકમાં ચર્ચવામાં આવે તેવી શક્યતા છે.
પ્રધાનમંત્રી મોદી 28 નવેમ્બરે બે મોટા કામ કરવાના છે એકે તો સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા અને બીજી ભાજપ સંસદીય દળની બેઠક યોજાવાના છે. 28 નવેમ્બરની સાંજે ભાજપની સંસદીય દળની બેઠક પણ મળવાની છે જેમાં બપોરના 3 ની આસપાસ એનડીએના તમામ નેતાઓ હાજર રહેશે. પ્રધાનમંત્રી મોદી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. શિયાળુ સત્રમાં સૌથી મોટું પગલું તો કૃષિ કાયદાને પરત ખેંચવા સંબંધિત રહેશે બુધવારે કેબિનેટ આ પ્રસ્તાવ પર મંજૂરી આપી દેશે.
શિયાળુ સત્ર માટે વિપક્ષોએ પણ અત્યારથી કમર કસી છે. અને ખેડૂતોની માગના ટેકામાં વિપક્ષો સરકાર પર પસ્તાળ પાડશે. ખેડૂતો એમએસપી પર કાયદો બનાવાની માગ કરી રહ્યાં છે. ખેડૂતોની આ માગને વિપક્ષોનું પૂરુ સમર્થન છે. તેથી સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દો જોરજોરથી ઉઠવાની સંભાવના છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)