Home News કોરોનાથી મુત્યુ પામેલાને સહાય આપવાનો મામલો, સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારનો ઊધડો લીધો

કોરોનાથી મુત્યુ પામેલાને સહાય આપવાનો મામલો, સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારનો ઊધડો લીધો

Face Of Nation, 23-11-2021:રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય મુદ્દે સુપ્રીમકોર્ટે સોમવારે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ગુજરાત સરકારે સહાયની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટીની રચના કરવાનું નોટિફિકેશન અગાઉ આપ્યું હતું.

આ મુદ્દે 18 નવેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે આ નિર્ણય કોર્ટના આદેશથી વિરુદ્ધ હોવાનું જણાવીને રાજ્ય સરકારની ટીકા કરી હતી. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટમાં સરકાર વતી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારના ઠરાવમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.

કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને જલદી સહાય મળે તે માટે સુપ્રીમ કોર્ટે જિલ્લાવાર સમિતિ બનાવવાનો આદેશ કર્યો હતો, જો કે રાજ્ય સરકારે આ આદેશથી વિપરિત સ્ક્રુટિની સમિતિ બનાવતા ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. જો કે આજની સુનાવણીમાં રજૂ કરાયેલા સુધારેલો પરિપત્ર પણ સુપ્રીમના નિર્દેશ મુજબનો ન હોવાથી કોર્ટે ફરી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને એવી ચિમકી પણ આપી હતી કે સરકાર આમ જ વિલંબ કરતી રહેશે તો ૨૦૦૧ના ભૂકંપની જેમ લીગસ સર્વિસ ઓથોરિટી મારફતે આ સહાય વિતરણ કરવાનો આદેશ આપવામાં આવશે. જેમનો ડેટા સરકાર પાસે જે અને વિગતો સંપૂર્ણ છે તેમને હાલના તબક્કે ૫૦ હજાર રૃપિયાનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં થયેલ સંવાદ

જસ્ટિસ શાહ :  પહેલાંનો પરિપત્ર કોણે મંજૂર કર્યો હતો? કોઇકે તો જવાબદારી લેવી જોઇએ ને.
સોલિસિટર જનરલ : હું જવાબદારી લઉ છું.
જસ્ટિસ શાહ : તમે શા માટે જવાબદારી લો છો? સંબંધિત અધિકારીએ જ જવાબદારી લેવાની હોય, પરિપત્ર ડ્રાફ્ટ કોણે કર્યો હતો?
ત્યારબાદ સોલિસિટરન જનરલે ખંડપીઠને કહ્યું હતું કે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ઓનલાઇન  સુનાવણી જોઇન કરી છે. જેથી ખંડપીઠે તેમને સંબોધી પ્રશ્નો કર્યા હતા.
જસ્ટિસ શાહઃ પરિપત્ર ડ્રાફ્ટ કોણે કર્યો હતો? તેને મંજૂરી કોણે આપી હતી ? અને આ કોના મગજની ઉપજ છે?

મનોજ અગ્રવાલ : પરિપપત્રનું ડ્રાફ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને કેટલાંક અધિકારીઓ પાસે મોકલવામાં આવ્યો હતો અને અંતે સક્ષમ સત્તામંડળ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.
જસ્ટિસ શાહ : સક્ષમ સત્તામંડળ એટલે કોણ?
મનોજ અગ્રવાલ : સર, સક્ષમ સત્તામંડળ એટલે ટોપ-મોસ્ટ લેવલ.

જસ્ટિસ શાહ : અમને જણાવો, એ કોણ છે?
મનોજ અગ્રવાલ : સર, તેઓ મુખ્યમંત્રી છે.
જસ્ટિસ શાહ : તમારાં મુખ્યમંત્રીને કંઇ ખબર જ નથી? મિસ્ટર સેક્રેટરી, તમારું ત્યાં કામ શું છે? જો આ જ તમારી નિર્ણયક્ષમતા હોય તો તમને કંઇ ખબર જ નથી. આ બીજું કંઇ નહીં પરંતુ બાબુશાહી દ્વારા થતો વિલંબના પ્રયત્નો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)