Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં 543 દિવસ બાદ કોરોના પોઝિટીવના આટલા હજારથી ઓછા...

દેશમાં છેલ્લા 24 કલાકમાં 543 દિવસ બાદ કોરોના પોઝિટીવના આટલા હજારથી ઓછા કેસો નોંધાયા

Face Of Nation, 23-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 46માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 149માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7579 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12,202 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 543 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 536 દિવસની નીચલી સપાટી 1,13,584 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.

દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3698 કેસ નોંધાયા છે અને 75 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,34,89,439 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 9,64,980 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 15 હજાર 992
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 46 હજાર 749
એક્ટિવ કેસઃ 1 લાખ 13 હજાર 584
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 147.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)