Home News ગોંડલ નજીક એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ઘટના સ્થળે 5ના...

ગોંડલ નજીક એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ઘટના સ્થળે 5ના મોત

Face Of Nation, 23-11-2021:  ગોંડલ નેશનલ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં સુરતના પટેલ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકી અને બાળકની હાલત ગંભીર છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયાનું  છે. અકસ્માતમાં 5ના મોત અને 2ને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી. માહિતી મુજબ કારમાં ટાયર ફાટતા કાર રોંગ સાઈડમાં આવીને એસ.ટી. સાથે અથડાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતના બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

જીજે 5, સીક્યુ 4239 નંબરની કાર અને એસટી બસ નંબર જીજે 18, ઝેટ-4178 નંબર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  ગાડીમાં સવાર 2 નાના બાળકોનો બચાવ છે. નાની છોકરી ૭ વર્ષ, નાનો છોકરો 11 વર્ષ અંદાજે ઉંમર છે. બંનેની હાલત ગંભીર છે. બંનેને રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. સુરતથી લગ્ન પ્રસંગે બગસરાના મુંજીયાસર જતા હતા. સુરતનો પટેલ પરિવાર લગ્ન પ્રસંગે જતો હતો.

1. અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા
2. સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
3. ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા
4. શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા
5. હજુ ઓળખ બાકી.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)