Home News દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ થશે સસ્તા! સરકાર કરવા જઈ રહી છે આ...

દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ થશે સસ્તા! સરકાર કરવા જઈ રહી છે આ મોટું કામ…

Face Of Nation 24-11-2021: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવને કારણે સામાન્ય લોકો ખૂબ જ પરેશાન છે. ભારતે ઈંધણના ભાવ ઘટાડવા માટે એક મોટો નિર્ણય લીધો છે, જેના પછી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓએ સતત 20મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

IOCLની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા છે.પેટ્રોલિયમ મંત્રીએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે, જેના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા માટે ભારત તેના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વમાંથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિલીઝ કરશે.

તમને જણાવી દઈએ કે તેને રિલીઝ કરતા પહેલા સરકાર અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મોટા ગ્રાહકો સાથે વિચાર કરશે.આ વિચાર-વિમર્શ બાદ જ રિલીઝ કરવા અંગે કેટલાક પગલાં લેવામાં આવશે. તેનાથી બજારમાં ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા વધશે અને સ્થાનિક બજારમાં ઈંધણના ભાવમાં ઘટાડો થઈ શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)