Home Politics જીતુ વાઘાણીનો રાહુલ ગાંધી પર પલટવાર, ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે

જીતુ વાઘાણીનો રાહુલ ગાંધી પર પલટવાર, ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે

Face Of Nation 24-11-2021:  પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસ વિહોણા છે. આ આક્ષેપોને કડક શબ્દોમાં આલોચના કરતાં તેમણે કહ્યું કે આવા બેજવાબદારીભર્યા નિવેદનો કરી ગુજરાતને બદનામ કરવાનું તેમણે બંધ કરવું જોઈએ રાજ્ય સરકાર સાંખી લેશે નહીં.

પ્રવકતા મંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં થયેલા એક-એક મૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને રહેશે જ. રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મૃત્યુ દર ઓછો રહ્યો છે. રાજ્યમાં ૧૦,૦૮૮ જેટલા નાગરિકોનું કોરોનાકાળમાં મૃત્યુ થયું છે. આ સંદર્ભે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું છે જે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો મળશે એ મુજબ રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

નમાં ૮,૯૫૪, છત્તીસગઢમાં ૧૩,૫૫૨ તથા આપ શાસિત દિલ્હીમાં ૨૫,૦૯૧ નાગરિકોના મોત કોરોનાકાળમાં થયા છે જેની સામે ગુજરાતમાં ૧૦,૦૮૮ મોત થયા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જે મોતના આંકડા જાહેર કર્યા છે એ પણ હવે ખોટા છે એવું તેમણે મીડિયા સમક્ષ જાહેર કરવુ જોઇએ.

તેમણે ઉમેર્યુ કે, ખોટું બોલવું, જોરથી બોલવું એ કોંગ્રેસનો હવે સ્વભાવ થઇ ગયો છે. ત્યારે આવા અભ્યાસ વિહોણા અને પાયા વગરના નિવેદનો કરીને ગુજરાતની જનતાની લાગણી મેળવવા માટે કોંગ્રેસ દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે એને પ્રજા હવે આોળખી ગઇ છે. રાજ્ય સરકારની કામગીરીથી પ્રજાને સંતોષ છે અને રહેશે જ એટલે હવે ગુજરાતમાં સત્તા મેળવવાના સપના જોવાનું કોંગ્રેસે બંધ કરવું જોઇએ.

તેમણે ઉમેર્યુ કે, કોરોનાકાળ દરમિયાન જે મોત થયા છે તેને WHO અને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન અનુસાર જ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સમયમાં અન્ય બિમારીથી જે લોકો મૃત્યું પામ્યા છે એને કોરોનાના મૃત્યુમાં ખપાવીને આંકડો મોટો બનાવવાનો કોંગ્રેસે હીન પ્રયાસ કર્યો છે તે અત્યંત નિંદનીય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)