Face Of Nation 24-11-2021: ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને બુધવારે બીજીવાર ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. ગંભીરે તેને લઈને દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે. બીજો મેલ [email protected] તરફથી મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે બીજા મેલમાં લખેલું છે, અમે તને મારવા ઈચ્છતા હતા, પરંતુ તમે કાલે બચી ગયા.
ઈમેલમાં આગળ લખવામાં આવ્યું છે- જો તમે તમારા પરિવારના જીવનને પ્રેમ કરો છો તો રાજનીતિ અને કાશ્મીર મુદ્દાથી દૂર રહો. આ સિવાય બીજા મેલમાં ગૌતમ ગંભીરના દિલ્હી આવાસની બહાર શૂટ કરેલા એક વીડિયોનું અટેચમેન્ટ પણ છે.
આ પહેલા બુધવારે પૂર્વી દિલ્હીના ભાજપ સાંસદ ગંભીરે આઈએસઆઈએસ કાશ્મીરથી એક ધમકીભર્યા ઈમેલ પર પોલીસનો સંપર્ક કર્યો હતો. પહેલા ઈમેલમાં લખ્યું હતું- અમે તમને અને તમારા પરિવારને મારવા જઈ રહ્યાં છીએ.
23 નવેમ્બરે દિલ્હી પોલીસને એક લેખિત ફરિયાદમાં સાંસદના અંગત સચિવ ગૌરવ અરોડાએ ઉલ્લેખ કર્યો છે કે પ્રથમ મેલ મંગળવારે રાત્રે 9.32 કલાકે પ્રાપ્ત થયો હતો.
આ મામલાની તપાસ ચાલી રહી છે અને મધ્ય જિલ્લા પોલીસ સાઇબર સેલ આ ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરી રહ્યું છે, જેણે ધમકીભર્યો મેલ મોકલ્યો છે. નાયબ પોલીસ કમિશનરે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે સાંસદના રાજેન્દ્ર નગર નિવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)