Home News દેશના આ રાજ્યની મેડિકલ કોલેજમાં થયો કોરોના વિસ્ફોટક, આટલા વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા...

દેશના આ રાજ્યની મેડિકલ કોલેજમાં થયો કોરોના વિસ્ફોટક, આટલા વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા બે હોસ્ટેલ સીલ

Face Of Nation 25-11-2021: દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, આ વચ્ચે કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ફફડાટ ફેલાયો છે. ઘણા વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બન્યા હોવાથી વહીવટીતંત્ર ચિંતિત છે.

પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને કોલેજ બિલ્ડિંગની બે હોસ્ટેલને સીલ કરી દીધી છે. આ કોલેજમાં કુલ 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.મળતી માહિતી મુજબ કેટલાક વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ હોવાનું જાણવા મળતા જ મેડિકલ કોલેજ દ્વારા તમામનો કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં 300 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી છે અને તેમાંથી 66 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. આ પહેલા પણ અનેક શાળા-કોલેજોમાં કોરોના બોમ્બ ફૂટ્યા છે.

દેશમાં  છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ નોંધાયા છે અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10264 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 539 દિવસની નીચલી સપાટી 1,09,940 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5379 કેસ નોંધાયા છે અને 308 સંક્રમિતોના મોત થયા છે.બુધવારે 437 લોકોના મોત થયા હતા અને 9283 કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)