ચણીયાચોળી ચોરનાર ગોડાઉનમાં રહેતો હતો
આરોપી અગાઉ રત્ન કલાકાર તરીકે કામ કરતો
Face Of Nation:સુરતઃકાપોદ્રા વિસ્તારમાં આવેલા શોરૂમના ગોડાઉનમાંથી સાડા ત્રણ લાખ રૂપિયાની ચણીયા ચોળીની ચોરી થઈ હતી. દુકાનમાં જ રાત્રિના સમયે સૂતા ઈસમે ચોરી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
આરોપી અગાઉ રત્નકલાકાર હતો
કાપોદ્રા વિસ્તારમાં આવેલી ઓમ ફેશન નામની દુકાનના ગોડાઉન કેવલ ધનજી ઝાંઝડીયાનું છે. જેમાંથી ગત 22મીની રાત્રિએ પ્રકાશ જયંતિભાઈ રાખોલીયા મૂળ રહે નાની મોણપરી તા વિસાવદર જી જૂનાગઢનાએ 88 નંગ ચણીયાચોળી જેની અંદાજે કિમત ત્રણ લાખથી વધુ સહિતના સામાનની ચોરી કરી હતી. પ્રકાશની સાથે અન્ય બે અજાણ્યા ઈસમ પણ હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં નોંધાવ્યું છે. લાખોની ચોરીમાં સંડોવાયેલો પ્રકાશ છેલ્લા કેટલાક દિવસથી ગોડાઉનમાં રહેતો હતો.પ્રકાશ છેલ્લા દોઢ વર્ષથી પરિવારથી અલગ રહેતો હોવાનું અને કોઈ પણ પ્રકારના સંપર્કમાં ન હોવાનું પોલોસ તપાસમાં બહાર આવ્યું છે.પ્રકાશ પહેલા સુરતની એક ડાયમંડ પેઢીમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.પોલીસે હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.