Face Of Nation 25-11-2021: દુનિયા હજુ તો માંડ કોરોનાના કોપમાંથી બહાર આવી છે ત્યાં વળી પાછા માઠા સમાચાર આવ્યાં છે. સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ સંખ્યાબંધ મ્યુટેશન ધરાવતા કોરોનાના નવા વેરિયન્ટને શોધ કરી છે.
સાઉથ આફ્રિકાના વાયરોલોજિસ્ટ Tulio de Oliveiraએ જણાવ્યું કે દુર્ભાગ્યે અમે એક નવા વેરિયન્ટની શોધ કરી છે જે સાઉથ આફ્રિકા માટે ગંભીર ચિંતાનો વિષય છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝે જણાવ્યું કે જિનોમિક સિકન્વન્સિંગ પછી B.1.1.529 ના 22 કેસ નોંધાયા છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝના પ્રોફેસર એડ્રીયન પુરેને જણાવ્યું કે ડેટા સીમિત છે છતાં પણ અમારા નિષ્ણાંતો નવા વેરિયન્ટને સમજવા માટે સ્થાપિત સર્વેલન્સ સિસ્ટમ સાથે રાતોરાત કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દુનિયામાં સૌથી પહેલા સાઉથ આફ્રિકાએ Beta variantની શોધ કરી હતી. ચાલુ વર્ષે પણ સાઉથ આફ્રિકામાં સી.1.2 નામના કોવિડના વેરિયન્ટે પણ દેખા દીધી હતી. પરંતુ આ બધામાં સાઉથ આફ્રિકામાં જોવા મળેલો ડેલ્ટા વેરિયન્ટ ઘણો ઘાતક નીવડ્યો છે.
સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોની આ જાહેરાતથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. દુનિયા હજુ તો માંડ કોરોનાના કોપથી બહાર આવી રહી છે ત્યાં વળી પાછી નવી આફત સર્જાતા હાહાકાર મચ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)