Face Of Nation 26-11-2021: મ્યાનમાર – ભારત બોર્ડર પર ભૂકંપના આંચકાની યુરોપીય ભૂમધ્ય ભૂંકપ કેન્દ્રે આપી છે. જાણકારી અનુસાર બાંગ્લાદેશના ચટગાવમાં 175 કિમી પૂર્વમાં 6.3 તીવ્રતાથી ધરતી કાંપી. સમાચાર છે કે ભૂકંપના ઝટકા ભારતમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામમાં અનુભવાયા. આ ઉપરાંત શુક્રવારે ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમમાં પણ ભૂકંપ આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈએ EMSCના હવાલાથી લખ્યું કે લગભગ 9 મિનિટ પહેલા બાંગ્લાદેશના ચટગાંમથી 175 કિમી પૂર્વમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હાલમાં આ ભૂકંપના ચાલતા કોઈ પણ જાનહાનીના સમાચાર નથી. બીજી તરફ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર મિઝોરમના થેનવોલથી 73 ક્યાંક દૂર દક્ષિણ- પૂર્વમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
An earthquake of magnitude 6.3 strikes 175 km E of Chittagong, Bangladesh (Myanmar-India border region) about 9 minutes ago: European-Mediterranean Seismological Centre (EMSC) pic.twitter.com/nePZp4elmD
— ANI (@ANI) November 26, 2021
આસામના સૌથી મોટા શહેર ગુવાહાટી સહિત રાજ્યના અનેક ભાગોમાં શનિવારે બપોરે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના આંકડા અનુસાર ભૂકંપના કેન્દ્ર કામરુપ જિલ્લામાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હતો. રાતે 1 વાગીને 12 મિનટ પર ભૂકંપનો આંચકો ગુવાહાટી અને આસાપાસના વિસ્તારમાં અનુભવાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)