Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવ કેસોમાં ફરીથી એકવાર નજીવી વઘારો નોંધાયો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવ કેસોમાં ફરીથી એકવાર નજીવી વઘારો નોંધાયો

Face Of Nation 26-11-2021: દેશમાં  કોરોનાનો કહેર ભારતમાં ઘટી રહ્યો છે.  એક્ટિવ કેસની સંખ્યા 539 દિવસમાં સૌથી ઓછામાં ઓછી નોંધાઈને 1,09,940 થઈ છે. એક્ટિવ કેસમાં 1541 કેસનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 9119 કેસ નોંધાયા છે જ્યારે 10,264 લોકો સાજા થયા છે. આમ સંક્રમિતોની સંખ્યા કરતા સાજા થનારની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 396 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાએ કુલ 4,66,980 લોકોનો ભોગ લીધો છે. કોરોના મહામારીમાં કુલ 3,45,44,882 લોકોને સંક્રમણ થયું છે. જો કે 3,39, 67,962 લોકો કોરોના મુક્ત થયા છે. કોરોનાનાં એક્ટિવ કેસનાં મામલે ભારત હવે 23મા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોનાં મામલે બીજા સ્થાને છે.

કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે 13 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોરોના એલર્ટ જાહેર કરેલ છે. આ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા તેમજ વેક્સિનેશનમાં ઝડપ લાવવા આદેશ આપ્યો છે. દેશમાં 9 દિવસમાં મૃત્યુ દરમાં 121 ટકાનો વધારો થતા સરકારની ચિંતા વધી છે. આમ છતાં તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

રિકવરી રેટ વધીને 98.33  ટકા થયો છે. જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. છેલ્લા 52 દિવસમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 0.79 ટકા નોંધાયો છે જે 2 ટકાથી ઓછો છે. અઠવાડિક પોઝિટિવિટી રેટ સતત 62મા દિવસે 0.90 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 119.38 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 90.27 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. કુલ 63.57 લાખનાં ટેસ્ટ કરાયા છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)