Home News 6 ડિસેમ્બરે ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ, PM મોદી સાથે પણ મુલાકાત કરશે...

6 ડિસેમ્બરે ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ, PM મોદી સાથે પણ મુલાકાત કરશે પુતિન

Face Of Nation 26-11-2021: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિન 6 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ભારતમા આયોજિત ટૂ પ્લસ ટૂ મંત્રણામાં ભાગ લેશે. પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે આ દ્વિપક્ષીય મંત્રણામાં રાજકીય અને રક્ષા મુદ્દાને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા ટૂ પ્લસ ટૂ મંત્રણા કરશે જેની પહેલી બેઠક 6 ડિસેમ્બરે થશે.

આ બેઠકમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે જ્યારે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગે શોઈગુ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રવક્તાએ જણાવ્યું કે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગે શોઈગુ 5-6 ડિસેમ્બરે ભારત આવશે. નવેમ્બર 2019 બાદ પ્રધાનમંત્રી મોદી અને રશિયન પ્રેસિડન્ટની આ પહેલી સામસામી બેઠક થશે. તેમણે કહ્યુ કે વર્ચ્યુઅલ બેઠકની ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે છ વાર ટેલિફોન વાતચીત થઈ ચૂકી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)