Face of Nation 27-11-2021: અમદાવાદ શહેરના મધ્યથી પસાર થતી સાબરમતી નદીનાં પ્રદુષણ અંગે હાલમાં હાઇકોર્ટમાં અરજી પર સુનાવણી ચાલી રહેલ છે.. હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે ગટરની લાઇનમાં કેમિક્લ છોડતા એકમ સામે લાલ આંખ કરી શહેરના 84 થી વધુ એકમના ગટર કનેક્શન કાપી નાંખ્યા છે
અમદાવાદ મહાનગર પાલિકીએ અખબારી યાદીમાં જણાવવાનું કે અમદાવાદ શહેરમાં કુલ 14 એસ.ટી.પી. કાર્યરત છે જેમાં નદીની પુર્વ બાજુએ આવેલા એસ.ટી.પી.માં આવતાં ઇનકમીંગ સુએજના પેરામીટર્સ ડિઝાઇન લીમીટ કરતાં ઘણા વધારે જોવા મળે છે . જેનું મુખ્ય કારણ સુએજ લાઇનોમાં આવતું ઇન્ડસ્ટ્રીટલ એફલુઅન્ટ છે .
અમદાવાદ શહેરમાં મુખ્ય 4 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નરોડા વટવા , ઓઢવ અને નારોલ આવેલ છે પરંતુ આ ઉપરાંત શહેરના ઉત્તર , પુર્વ , મધ્ય અને દક્ષિણ ઝોનમાં નાનાં- નાનાં ધણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલાં છે . મોટાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એફલુઅન્ટ માટે CETP બનાવેલ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરગથ્થુ ગંદા પાણીના શુધ્ધિકરણ માટે બનાવેલ છે પરંતુ અ.મ્યુ.કો.ની સેવેજ લાઇનોમાં ઇન્ડસ્ટ્રીયલ કનેકશનો મારફતે ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ઠલવાતાં હોવાથી એસ.ટી.પી.ના ડોમેસ્ટીક સીવેજના ડિઝાઇન ઇનલેટ પેરામીટર જળવાતાં નથી.જેના કારણે પ્લાન્ટની માઇક્રોબીયલ પ્રોસેસમાં બેકટેરીયલ ડેવલોપમેન્ટમાં હાનિ પહોંચતી હોવાથી આઉટલેટ પેરામીટર GPCB નાં નોર્મ્સ અનુસાર જળવાતાં નથી તેમજ ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટના કારણે એસ.ટી.પી.ની મશીનરીને પણ નુકસાન થતું રહે છે .