Face of Nation 27-11-2021: એજન્સીઓ રાજ્યમાં અનિલ દેશમુખની ભરમાર ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. સાથે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેના પુરાવા હોવાનો પણ દાવો કર્યો હતો.વધુમાં નવાબ મલિકે કહ્યું, આર્યન ખાન ડ્રગ્સ કેસની છેતરપિંડી સામે મેં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારથી મારા અને મારા પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે. આ જાસૂસોનો અમારા શુભેચ્છકોએ પીછો કર્યો હતો. પરંતુ તેઓ ભાગી ગયા હતા. મને આમાંના એક શંકાસ્પદ વિશે જાણવા મળ્યું છે. તે સોશિયલ મીડિયામાં મારી વિરુદ્ધ પોસ્ટ કરે છે. તે ભાજપ સાથે સંબંધિત હોવાની માહિતી મળી રહી છે.
આ દરમિયાન નવાબ મલિકે કહ્યું, “જે રીતે ખોટી ફરિયાદ નોંધીને અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તે જ મારી સાથે કરવામાં આવી રહ્યું છે. જો કોઈ એવું વિચારે છે કે આનાથી મને ડર લાગશે તો તે તેની ગેરસમજ છે. મને આ ષડયંત્રના પુરાવા મળ્યા છે. કેન્દ્રીય અધિકારીઓ મારી વિરુદ્ધ ડ્રાફ્ટ તૈયાર કરીને મોકલી રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
ઉપરાંત તેમણે દાવો કર્યો કે, મારી પાસે કેન્દ્રીય અધિકારીઓની વોટ્સએપ ચેટ છે. હું મુંબઈ પોલીસ કમિશનરને આ માહિતી આપીશ અને સંપૂર્ણ તપાસની માંગ કરીશ. આ અંગે હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખવાનો છું. જો તેમના અધિકારીઓ આ પ્રકારનું કામ કરતા હોય તો તેઓ શું પગલાં લે છે, તે જોવાનું રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)