Home News આજે ગુજરાતમાં કોરોનાના નવા 28 કેસ, બીજી તરફ 45 દર્દી સાજા, 291...

આજે ગુજરાતમાં કોરોનાના નવા 28 કેસ, બીજી તરફ 45 દર્દી સાજા, 291 એક્ટિવ કેસ

Face of Nation 27-11-2021:  ગુજરાતમાં કોરોનાના આજે નવા 28 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 45 દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,16,999 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 4,19,326 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

જો કોરોનાની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરીએ તો રાજ્યમાં કુલ 291 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 286 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 8,16,999 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યાં છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના 10, સુરત કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 4, કચ્છ, સુરતમાં 2-2 કેસ અને જામનગર, ખેડા, નવસારી તથા વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 28 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 14ને રસીનો પ્રથમ જ્યારે 2256 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 10040 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 101392 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 33353 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 272291 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજનાં દિવસમાં કુલ 4,19,326 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,98,80,255 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)