Home News દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં આટલા હજારથી વધુનાં મોત, જાણો અહીં ક્લિક...

દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં આટલા હજારથી વધુનાં મોત, જાણો અહીં ક્લિક કરો

Face of Nation 28-11-2021:  દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સતત ચાલુ સપ્તાહે છઠ્ઠી વખત 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 51માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 154માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8774 નવા કેસ નોંધાયા છે અને 621 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9481 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

 દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,05,691 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5144 કેસ નોંધાયા છે અને 554 સંક્રમિતોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 121,94,71,134 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 82,86,058 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 72 હજાર 523

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 98 હજાર 278

એક્ટિવ કેસઃ 1 લાખ 5 હજાર 691  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)