Home Uncategorized દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા 2 લોકો કોરોના પોઝિટિવ, મોદી સરકાર હાઇએલર્ટ મોડમાં

દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા 2 લોકો કોરોના પોઝિટિવ, મોદી સરકાર હાઇએલર્ટ મોડમાં

Face of Nation 28-11-2021 કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ સામે આવ્યા બાદ આખી દુનિયા સતર્ક થઈ ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. ઓમિક્રોન વેરીઅન્ટ મુદ્દે ભારતમાં પણ મોદી સરકાર હાઈએલર્ટ મોડમાં આવી છે અને દેશભરમાં એલર્ટ આપી છે. દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે.

આ અંગે અધિકારીએ કહ્યું છે કે, બંને લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. બેંગ્લોર ગ્રામીણ ડેપ્યુટી કમિશનર કે. શ્રીનિવાસે કહ્યું, “1 થી 26 નવેમ્બર સુધીમાં કુલ 94 લોકો દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. તેમાંથી બે નિયમિત કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેથી, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.”

દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાના પછી હવે બ્રિટન અને જર્મનીમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટે પગ પેસરો કર્યો છે. ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. જર્મની અને ચેક ગણરાજ્યમાં પણ ઓમિક્રોન્ટ વેરિઅન્ટનો એક દર્દી નોંધાયો હોવાની શંકા છે. દરમિયાન WHOએ એશિયા સહિતના દેશોને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોને મંજૂરી આપવા મુદ્દે ચેતવણી આપી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)