Home News દેશમાં કોરોનાથી સતત ત્રીજા દિવસે આટલા હજારથી ઓછા પોઝિટિવ કેસો નોંધાયા

દેશમાં કોરોનાથી સતત ત્રીજા દિવસે આટલા હજારથી ઓછા પોઝિટિવ કેસો નોંધાયા

Face of Nation 29-11-2021:દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 52માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 155માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8309 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,03,859 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4350 કેસ નોંધાયા છે અને 19 સંક્રમિતોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં 122,41,68,929 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 42,04,171 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 7,62,268 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 80 હજાર 832
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 8 હજાર 183
એક્ટિવ કેસઃ 1 લાખ 3 હજાર 859
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 790.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)