Home News આખરે વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં કૃષિ કાયદાઓ રદ કરવાનું બિલ પાસ થયું

આખરે વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં કૃષિ કાયદાઓ રદ કરવાનું બિલ પાસ થયું

Face of Nation 29-11-2021: દેશમાં લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બીલ પસાર કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને તે બીલ લોકસભામાં પસાર થયું હતું. વિપક્ષે ભારે હોબાળો મચાવતા લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો લોકસભા સ્પીકરે નિર્ણય કર્યો છે.

લોકસભાથી પસાર થયા બાદ આ બિલને સંસદના ઉચ્ચ સદનમાં રજૂ કરવામાં આવશે. આ બિલનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો છે. જેના વિરોધમાં દેશભરમાં ખેડૂતો લગભગ એક વર્ષ સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિયાળુ સત્રની શરૂઆત પહેલા સંસદમાં મીડિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું, કે સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે, ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે. સંસદમાં પ્રશ્નો અને શાંતિ હોવી જોઈએ, પરંતુ ગૃહ અને અધ્યક્ષનું સન્માન હોવું જોઈએ.

તેમણે વઘુમાં કહ્યું, ‘સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશનો દરેક નાગરિક ઈચ્છશે કે સંસદના દરેક સત્રમાં દેશની પ્રગતિની ચર્ચા થવી જોઈએ. દેશના હિત અને વિકાસ માટે સંસદમાં ચર્ચા થવી જોઈએ. દેશ એ પણ ઈચ્છશે કે ભારતની સંસદ, આ સત્ર અને આવનારા તમામ સત્રો આઝાદી પ્રેમીઓની ભાવનાઓ અનુસાર દેશના હિતમાં ચર્ચાઓ કરે. ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કાર્ય થયું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)