Face of Nation 29-11-2021: ઈટાલીના રોમના પ્રતિષ્ઠિત બમ્બિનો ગેસુ હોસ્પિટલએ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટની પહેલી તસવીર બહાર પાડી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે Omicron માં ડેલ્ટા વેરિએન્ટ કરતા વધુ મ્યુટેશન હોય છે. ઓમિક્રોનની 3ડી ઈમેજ બહાર પાડવામાં આવી છે જે એક મેપ જેવી જોવા મળે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના ઉપરના ભાગમાં પ્રોટીન હોય છે જે માનવીની કોશિકાઓ સાથે સંપર્ક કરે છે. તેનો અર્થ એ બિલકુલ નથી કે ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા વધુ જોખમી છે. કારણ કે તે જૂના વેરિએન્ટની સરખામણીમાં વધુ મ્યુટેટ થાય છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે જ્યારે કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron પર વધુ રિસર્ચ કરવામાં આવશે પછી જ ખબર પડશે કે આ વેરિએન્ટ ન્યૂટ્રલ છે, ઓછો જોખમી છે કે પછી ગત વેરિએન્ટ કરતા વધુ જોખમી છે.
મિલાન સ્ટેટ યુનિવર્સિટીના ક્લિનિકલ માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ક્લોડિયા અલ્ટેરીએ કહ્યું કે રિસર્ચ ટીમ કોરોનાના નવા વેરિએન્ટ Omicron ના મ્યુટેશન અંગે ભાળ મેળવવા માટે તેના 3ડી સ્ટ્રક્ચર પર ફોકસ કરી રહી છે. Omicron ની આ 3ડી ઈમેજ સાઉથ આફ્રિકા, બોક્સવાના અને હોંગકોંગના વૈજ્ઞાનિકો તરફથી અપાયેલી જાણકારીના આધારે તૈયાર કરાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે કોવિડના નવા વેરિએન્ટ Omicron ની ઈમેજ કોઈ મેપ જેવી લાગે છે. જે તેના મ્યુટેશનને દેખાડે છે પરંતુ તેના મ્યુટેશનની ભૂમિકા વિશે જણાવતી નથી. પ્રોફેસર ક્લોડિયા અલ્ટેરીએ જણાવ્યું કે Omicron પર હજુ અનેક એક્સપરિમેન્ટ કરવાના બાકી છે, જેનાથી ખબર પડશે કે કોરોનાના નવા વેરિએન્ટના જૂના વેરિએન્ટથી વધુ મ્યુટેટ થવાનું તેના ટ્રાન્સમિશન પર શું અસર કરે છે અને તે વેક્સીનેટેડ લોકો પર શું પ્રભાવ નાખે છે? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)