Home News રાકેશ ટિકૈતે કહ્યું, આંદોલન ચાલુ રહેશે, 1 વર્ષમાં થયેલા નુકસાન પર કરે...

રાકેશ ટિકૈતે કહ્યું, આંદોલન ચાલુ રહેશે, 1 વર્ષમાં થયેલા નુકસાન પર કરે વાત

Face of Nation 29-11-2021: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં જ ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરતું બિલ લોકસભામાં રજૂ કરતા સાંસદોએ પાસ કર્યું હતું. આમ સરકાર દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવા અંગેના નિર્ણયનું આ પ્રથમ પગલું હતું. જો કે, ગાઝીપુર બોર્ડર પર મોરચો માંડીને બેઠેલા ખેડૂત આંદોલનકારીઓએ ઘર વાપસીને નનૈયો ભણ્યો છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ઇચ્છી રહી છે કે દેશમાં કોઈ આંદોલન ન થાય. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, MSP, મૃતક ખેડૂતોના પરિવારજનોને આર્થિક સહાય સહિતના અનેક મુદ્દાઓનો હજી કોઇપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. ત્યારે આ મુદ્દાઓનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે હજી ઘરવાપસી નહીં કરીએ અને આંદોલન પણ યથાવત જ રહેશે.

છેલ્લા એકવર્ષથી દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે સંસદમાં Farm Laws Repeal Bill, 2021 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. જો કે, આ બિલને લઈને વિપક્ષોએ ચર્ચા કરવાની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)