Home Politics રાજ્યસભાના 12 સાંસદ શિયાળુ સત્રમાંથી હંગામાને કારણે કરાયા સસ્પેન્ડ

રાજ્યસભાના 12 સાંસદ શિયાળુ સત્રમાંથી હંગામાને કારણે કરાયા સસ્પેન્ડ

Face of Nation 29-11-2021: રાજ્યસભામાંથી હાલના શિયાળુ સત્રમાં વિપક્ષી દળોના 12 સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમાં એલામારામ કરીમ (સીપીએમ), ફૂલો દેવી નેતમ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), બિનોય વિશ્વમ (સીપીઆઈ), ડોલા સેન અને શાંતા છેત્રી (ટીએમસી), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના) સામેલ છે.

આ સાંસદોના પાછલા ચોમાસુ સત્ર દરમિયાન હંગામાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની જાણકારી સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ રાજ્યસભાને આપી છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, અમારો પક્ષ જાણ્યા વગર કાર્યવાહી કરવામાં આવી છે.

સંસદનું 19 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્રને પૂર્વ નિર્ધારિત સમયથી બે દિવસ પહેલા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પેગાસસ જાસૂસી મામલો અને ત્રણ કૃષિ કાયદા સહિત વિભિન્ન મુદ્દા પર વિપક્ષી દળોના હંગામાને કારણે લોકસભામાં માત્ર 22 ટકા તો રાજ્યસભામાં માત્ર 28 ટકા કામકાજ થઈ શક્યું હતું.

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સત્ર શરૂ થતાં પહેલા સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ- સંસદમાં સવાલ પણ હોય અને સંસદમાં શાંતિ પણ હોય. અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સરકાર વિરુદ્ધ, સરકારની નીતિઓ વિરુદ્ધ, જેટલો અવાજ મજબૂત થવો જોઈએ એટલો થાય, પરંતુ સંસદની ગરિમા, અધ્યક્ષ તથા આસનની ગરિમા… આ બધા વિષયનું આપણે આચરણ કરીએ, જે આવનારા દિવસોમાં દેશની યુવા પેઢીને કામ લાગે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)