Face of Nation 30-11-2021: નવા વેરિયન્ટના ખતરા વચ્ચે શું રાત્રિ કર્ફ્યુ લંબાવાશે…આજે જાહેર થશે SOP ગુજરાતમાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂનો સમય લંબાવ્યો હતો. જો કે આજે રાત્રિ કર્ફ્યૂની મુદત્ત પૂર્ણ થઇ રહી છે, ત્યારે કહેવાય છે કે, આજે સરકાર નવી SOP જાહેર કરી શકે છે.
આજે સ્થિતિ પૂરી રીતે રાજ્ય સરકારનાં કાબૂમાં દેખાઇ રહી છે. જો કે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા વેરિઅન્ટ Omicrone બાદ સંભવ છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે, જો કે આવશે જ તે પણ કહેવુ ઉતાવળ કહેવાશે.
તેવામાં આજે રાજ્યનાં 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂની મુદત્ત પૂર્ણ થઇ રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહમંત્રી કર્ફ્યૂને લઇને ચર્ચા કરી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત સરકાર નવી ગાઇડલાઇન જાહેર કરી હજુ આઠ મનપામાં રાત્રિ કર્ફ્યૂ અમલી કરી શકે છે. જેની જનહિતમાં નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનાં કેસમાં નાનો મોટો વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્વારા જાણવા અનુસાર રાજ્યમાં હજી પણ થોડા દિવસ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવી શકે છે.. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)