Home Uncategorized ભારતમાં ઓમિક્રોનનો ખતરો, સરકારે કોરોનાના બૂસ્ટર ડોઝનો બનાવ્યો પ્લાન

ભારતમાં ઓમિક્રોનનો ખતરો, સરકારે કોરોનાના બૂસ્ટર ડોઝનો બનાવ્યો પ્લાન

Face of Nation 30-11-2021: ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે ભારતમાં હવે ગંભીર બીમારથી પીડાતા વૃદ્ધોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાની સરકારે તૈયારી આદરી છે.

નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ બે અઠવાડિયાની અંદર બૂસ્ટર ડોઝની પોલિસી તૈયાર કરશે. નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ દેશના 44 કરોડ બાળકોના વેક્સિનેશન માટે પણ નવી પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે.

અરોરાએ જણાવ્યું કે દેશની ઘણી લેબોરેટરી હાલમાં નવા વેરિયન્ટ પર હાલની વેક્સિનની અસરકારતાની તપાસ કરી રહી છે તેમાં 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. ત્યાર બાદ અમને જાણકારી મળી શકશે કે કોવેક્સિન, કોવિશિલ્ડ અને બીજી વેકિસન નવા વાયરસ સામે લડવામાં કેટલી હદ સુધી કારગર છે.

વૃદ્ધો માટે બુસ્ટર ડોઝ વિશે પૂછવામાં આવતા ડો. અરોરાએ જણાવ્યું હતું કે, “નવા કોરોના વેરિએન્ટ પ્રકાશમાં આવ્યા બાદ ઘણા દેશોમાં વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. તેમાં અમેરિકા, યુકે અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. બુસ્ટરનો અર્થ એ છે કે સરકારને ૯૪ કરોડ વધુ ડોઝની જરૂર પડશે, આટલી મોટી સંખ્યાના ડોઝ એક રાતમાં તૈયાર ન થઈ શકે. અરોરાનું કહેવું છે કે દેશમાં ૧૨ થી ૧૫ કરોડ લોકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી. 30 કરોડ લોકોને બીજો ડોઝ મળ્યો નથી. સ્પષ્ટ છે કે, આપણે રસીકરણને તીવ્ર બનાવવું પડશે. તેને પ્રાથમિકતા થી પૂર્ણ કરવું જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)