Home News અમદાવાદ:ગુજરાત યુનિ.સિન્ડિકેટની ચૂંટણીમાં બે બેઠક પર ભાજપ સમર્થિત જ્યારે એક બેઠક પર...

અમદાવાદ:ગુજરાત યુનિ.સિન્ડિકેટની ચૂંટણીમાં બે બેઠક પર ભાજપ સમર્થિત જ્યારે એક બેઠક પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર જીત્યા

વિજય માટે ફર્સ્ટ પ્રેફરન્સના 26 વોટ જરૂરી હતા, કોંગ્રેસના ઉમેદવારને 54 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળ્યા

Face Of Nation:અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટની જનરલ કેટેગરીની ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો જ્યારે એક બેઠક પર કોંગ્રેસ સમર્થિત ઉમદેવાર ડો. ઈન્દ્રવિજય સિંહ ગોહિલ વિજેતા થયા હતા. ભાજપ સમર્થિત ઉમેદવારોમાં ડો. કોશિક જૈને 29 મત મેળવ્યા પરંતુ ધ્રુમિલ પટેલ ઈન્દ્રવિજય સિંહ ગોહિલે મેળવેલા 54માંથી સેકન્ડ પ્રેફરન્સના 38 મતને લીધે વિજયી થયા હતા. ધ્રુમિલના વિજયમાંં ડો. ઈન્દ્રવિજય સિંહના ટ્રાન્સફર મતોનો ફાળો રહ્યો.

વિવિધ કેટેગરીની સિન્ડિકેટની ચૂંટણીમાં 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. ત્રણ સીટ માટે 103 સેનેટ મતદારોએ મતદાન કર્યુ. દરેક ઉમેદવારે વિજયી બનવા માટે ફર્સ્ટ પ્રેફરન્સના 26 વોટ મેળવવાના હતા. ડો. ઈન્દ્રવિજય સિંહે 54 ફર્સ્ટ પ્રેફરન્સના વોટ મેળવ્યા, જ્યારે ભાજપના કૌશિકે જૈને 29 ફર્સ્ટ પ્રેફરન્સના મતો મેળવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં ધ્રુમિલ પટેલને ફર્સ્ટ પ્રેફરન્સના માત્ર 7 , પંકજ શુક્લને 10, સતીષ પટેલને 3 મત મળ્યા.ઈન્દ્ર વિજય સિંહને જીતવા માટે જરૂરી એવા 26 મતોને બાદ કરતા બાકીના 28 મતો સેકન્ડ પ્રેફરન્સમાં ટ્રાન્સફર થતા અને 38 સેકન્ડ પ્રેફરન્સના મતો સાથે ધ્રુમિલ પટેલને કુલ 27 મળતાં વિજયી થયો.