Home News વાવાઝોડાનો ફરી મંડરાયો ખતરો, આ 2 રાજ્યો હાઈએલર્ટ પર

વાવાઝોડાનો ફરી મંડરાયો ખતરો, આ 2 રાજ્યો હાઈએલર્ટ પર

Face of Nation 30-11-2021: હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, આ ચક્રવાતી તોફાન શનિવારે સવારે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કાંઠે પહોંચવાની સંભાવના છે. તો આ સાથે જ દરિયા કાંઠાના વિસ્તારોમાં તોફાન ટકરાવાના 12 થી 24 કલાક પહેલા પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાનું નામ cyclone jawad આપવામાં આવ્યું છે.

ઓડિશા નજીકના જિલ્લાઓ સહિત પશ્ચિમ બંગાળના દરિયાઈ જિલ્લા અને તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, થાઈલેન્ડ અને તેની આસપાસના ક્ષેત્રોમાં વહેલી સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ દબાણ સર્જાયું છે. જે આગામી 12 કલાકોમાં અંદમાન-નિકોબારના દરિયા કાંઠે પહોંચી શકે છે.

હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલ નિવેદન પ્રમાણે, ત્યારબાદ આ દબાણના ક્ષેત્રના પશ્ચિમ-ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધવા અને 2 ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ તથા બંગાળની ખાડીના મધ્યભાગમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. તે આગામી 24 કલાકમાં મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ તોફાન 4 ડિસેમ્બર શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓડિશાના તટવર્તી ક્ષેત્રોમાં પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વધુમાં કહ્યું હતું કે, ઓડિશાના તટવર્તી ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે જ, ઓડિશાના નજીકના જિલ્લાઓ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ અને આંધ્ર પ્રદેશના ઉત્તર દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘ભારેથી અતિ ભારે વરસાદ’ની અપેક્ષા છે. હવામાન વિભાગે કહ્યું કે, “ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 5-6 ડિસેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)