Home World અમેરિકાની શાળામાં 15 વર્ષના વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

અમેરિકાની શાળામાં 15 વર્ષના વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

Face of Nation 01-12-2021: મિશિગનના ગ્રામીણ વિસ્તારમાં એક હાઈ સ્કૂલમાં મંગળવારે 15 વર્ષના એક વિદ્યાર્થીએ કથિત રીતે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા છે ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું કે ઓક્સફોર્ડ હાઈ સ્કૂલમાં બપોર બાદ થયેલા હુમલામાં એક શિક્ષક સહિત 8 અન્ય લોકો ઘાયલ થઈ ગયા. પોલીસે વિદ્યાર્થીની અટકાયત કરી છે. આરોપી બીજા વર્ષના વિદ્યાર્થીની એક હેન્ડગન પણ જપ્ત કરી લેવાઈ છે. જો કે ડેટ્રોઈટથી લગભગ 40 માઈલ (65 કિમી) ઉત્તરમાં એક નાના શહેર ઓક્સફોર્ડમાં હુમલા અંગે હજુ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

શેરિફના કાર્યાલયે જણાવ્યું કે આરોપીની ધરપકડ દરમિયાન તેણે કોઈ વિરોધ કર્યો નહીં અને સંદિગ્ધે એક વકીલની માગણી પણ કરી છે. અરેસ્ટ થયા બાદ કોઈ નિવેદન આપ્યું નથી. અંડરશેરિફ માઈકલ મેકકેબેએ કહ્યું કે આ ખુબ દુ:ખદ સ્થિતિ છે. હાલ અમને ત્રણ મૃતદેહો મળ્યા છે. કહેવાય છે મૃતકો વિદ્યાર્થી છે. આ ઘટના બાદ માતા પિતા આ બનાવને લઈને ખુબ હેરાન પરેશાન છે.

પોલીસે જણાવ્યું કે તેમને મંગળવારે બપોર બાદ કોલથી જાણકારી મળી. આરોપીએ પાંચ મિનિટમાં સેમી ઓટોમેટિક હેન્ડગનથી લગભગ પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસે કહ્યું કે પહેલા 911 કોલની પાંચ મિનિટની અંદર સંદિગ્ધને પકડી લેવાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)