Home Politics લોકસભા:અધીર રંજને નરેન્દ્ર મોદીના નામની તુલના પર કહ્યું- કયાં ગંગા અને કયાં...

લોકસભા:અધીર રંજને નરેન્દ્ર મોદીના નામની તુલના પર કહ્યું- કયાં ગંગા અને કયાં ગંદું નાળું,વિવાદ વધતાં માફી માંગી

મોદીની પ્રશંસા બાદ ભાજપ સાંસદોએ કટાક્ષ કર્યો હતો- કોંગ્રેસના લોકો “ઈન્દિરા ઈઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા” કહેતા હતા
તેના જવાબમાં અધીર રંજને વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં કહ્યું કે- આ લોકો વડાપ્રધાનની પૂજા કરવામાં વ્યસ્ત છે
લોકસભામાં કોંગ્રેસના નેતા ચૌધરીએ બાદમાં સ્પષ્ટતા કરી- મારું હિંદી સારું નથી, મારા શબ્દનો અર્થ નહેરથી હતો

Face Of Nation:નવી દિલ્હીઃ લોકસભામાં સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન પર વિવાદિત નિવેદન આપ્યું હતું. ભાજપના સાંસદ પ્રતાપસિંહ સારંગીએ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતાં મોદીની પ્રશંસા કરી હતી. આ મુદ્દે ચૌધરી નારાજ થઈ ગયા હતા. ચૌધરીએ સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર મોદીના નામની તુલના પર કહ્યું- કયાં ગંગા અને કયાં ગંદું નાળું. ભાજપ સાંસદોએ તેનો વિરોધ કર્યો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે નિવેદનનો વિવાદિત ભાગ કાર્યવાહીમાંથી બહાર કરવામાં આવશે. વિવાદ વધતાં ચૌધરીએ કહ્યું કે મારા નિવેદનનો ખોટો અર્થ નીકળ્યો છે. જો કોઈની ભાવનાને ઠેસ વાગી હોય તો માફી માંગુ છું.
સારંગીએ ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતાં કહ્યું કે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સરકાર જળ સંકટ અને બિહારમાં બાળકોના મોત જેવાં મુદ્દે આંખો બંધ કરીને બેઠાં છે. પ્રતાપ સિંહ સારા સાંસદ અને ઉમદા વક્તા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હું સન્માન કરું છું. પરંતુ સારંગી અને બીજી લોકો હવે તેમની પૂજા કરવા લાગ્યાં છે.

“ચૌધરીએ ઈન્દિરાના નામ પર ભાજપ સાંસદોના કટાક્ષ પર વિવાદિત નિવેદન આપ્યું”: ચૌધરીએ ત્યારે વડાપ્રધાનનું નામ લઈને વિવાદિત નિવેદન આપ્યું છે જ્યારે કેટલાંક ભાજપના સાંસદોએ કહ્યું કે 1970માં કોંગ્રેસના શાસનમાં “ઈન્દિરા ઈઝ ઈન્ડિયા” જેવાં નારા લાગતા હતા. આ મુદ્દે ચૌધરીએ કહ્યું કે, ત્યારે આવું કંઈજ થતું ન હતું. પરંતુ માત્ર એટલા માટે વડાપ્રધાનની તુલના વિવાકાનંદ સાથે કરવામાં આવે છે કેમકે તેમનું નામ નરેન્દ્ર દામોદરાદસ મોદી છે… તો આ યોગ્ય નથી. નરેન્દ્ર દત્તની નરેન્દ્ર દામોદરદાસ મોદી સાથે સરખામણી યોગ્ય નથી. ક્યાં માં ગંગા અને ક્યાં ગંદું નાળું.

“મારો હેતુ વડાપ્રધાનને ઠેસ પહોંચાડવાનો ન હતો”: વિવાદ વધતાં ચૌધરીએ કહ્યું કે, ભાજપના સાંસદ વડાપ્રધાનની તુલના વિવેકાનંદજી સાથે કરે છે કેમકે તેમના નામોમાં સમાનતા છે. તેનાથી બંગાળની ભાવનાને ઠેસ પહોંચે છે. મેં કહ્યું કે તમે મને ઉશ્કેરી રહ્યાં છો. જો તમે આ વારંવાર કહેશો તો હું કહીશ કે તમે ગંગાની તુલના ગટર સાથે કરી રહ્યાં છો.
ચૌધરીએ કહ્યું- મેં નાળું નથી કહ્યું, જો વડાપ્રધાન મારા નિવેદનથી નારાજ છે તો હું માફી માંગુ છું. મારો હેતુ તેમને દુઃખી કરવાનો ન હતો. જો તેમને ઠેસ પહોંચી છે તો હું અંગત રીતે તેમની માફી માંગુ છું. મારું હિંદી સારું નથી, નાળું કહેવાનો મારો અર્થ નહેરથી હતો.

“જ્યારે સોનિયા-રાહુલને ચોર કહીને સત્તામાં આવ્યાં તો તેઓ સંસદમાં કઈ રીતે બેઠાં છે”: ચૌધરીએ મોદી સરકારને પૂછ્યું- શું તમે 2જી અને કોલસા કૌભાંડમાં કોઈની ધરપકડ કરી છે? શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલના સળિયા પાછળ મોકલી શક્યા? તેઓએ કહ્યું કે જ્યારે તમે આ લોકોને ચોર કહીને સત્તામાં આવ્યાં છો તો તેઓ સંસદમાં કઈ રીતે બેઠાં છે?
ચૌધરીએ વિંગ કમાન્ડર અભિનંદર પર પણ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે- સરકારે અભિનંદનને સન્માનિત કરી તેમની મૂછોને રાષ્ટ્રીય મૂછ જાહેર કરવી જોઈએ.