Home News એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે આટલાનો રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે આટલાનો રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

Face of Nation 01-12-2021: એલપીજીની કિંમત મામલે આમ આદમીને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. આજે LPG સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો થયો છે. મોટાભાગના લોકો આશા રાખતા હતા કે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યની આગામી ચૂંટણીને પગલે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ રસોઈ ગેસની કિંમતમાં પણ રાહત આપી શકે છે. જોકે, ગેસ કંપનીઓએ ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ જ વધારો નથી કર્યો, તેની કિંમત પહેલાની જેમ સ્થિર રહી છે. આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર પર થયો છે. ગત મહિનાની સરખામણીમાં સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.

આજે નવી દિલ્હીમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,100 રૂપિયાને પાર થઈ ગઈ છે. બે મહિના પહેલા કિંમત 1,733 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બર 2021ના રોજ તેની કિંમત 2,101 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં આજે 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2,051 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં 19 કિલોગ્રામના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2174.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં 19 કિલોગ્રામના કૉમર્શિય ગેસ સિલિન્ડરની કિંમત 2,234 રૂપિયા થઈ ગઈ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)