Home Uncategorized ત્રણ કૃષિ કાયદા આખરે રદ થઈ ગયા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી મોહર

ત્રણ કૃષિ કાયદા આખરે રદ થઈ ગયા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી મોહર

Face of Nation 01-12-2021: કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ ત્રણ કૃષિ કાયદા હવે ઔપચારિક રીતથી રદ થઈ ગયા છે. આ પહેલા શિયાળુ સત્રના પહેલા જ દિવસે 29 નવેમ્બરના સાંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.

સોમવારના લોકસભામાં કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજ્યસભામાંથી પણ પસાર કરાવવામાં આવ્યું છે. સંસદના સભ્યોના ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા હતા. બિલ રદ કરવા પર વિપક્ષનું કહેવું હતું કે, પાંચ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં નુકસાનથી બચવા માટે સરકાર દ્વારા આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેમના નિવેદનમાં કહ્યું કે, સરકાર કૃષિ કાયદા વિશે ખેડૂતોને સમજાવવામાં સફળ થઈ શકી નહીં એટલા માટે પીએમએ કાયદા પાછા ખેંચી લેવાની ખાનદાની દર્શાવી.

તો બીજી તરફ, બુધવારના સિંધુ બોર્ડર પર યોજાનાર ખેડૂતોના 40 સંગઠનોની બેઠક રદ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના કેટલાક સંગઠનોએ આ બેઠકથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યોછે. કહેવામાં આવી રહ્યું છે કે, સંયુક્ત કિસાન મોરચાની બેઠક 4 ડિસેમ્બરના યોજાશે, જેમાં આંદોલન પૂર્ણ કરવું કે નહીં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

કૃષિ કાયદાને રદ કર્યા બાદ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પાછું ખેંચવાને લઇને ખેડૂત સંગઠનોમાં ભારે મતભેદ સામે આવ્યો છે. ખેડૂતોની એક ટૂકડી આંદોલન પરત ખેંચવાના મૂડમાં છે, જ્યારે બીજી ટૂકડી સરકાર પાસે MSP પર ગેરેન્ટી આપવાની માંગ કરી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)