Home Uncategorized કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા BJP વિધાયકને મારવા માટેનો પ્લાનિંગ,કર્ણાટકથી વીડિયો સામે...

કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા BJP વિધાયકને મારવા માટેનો પ્લાનિંગ,કર્ણાટકથી વીડિયો સામે આવ્યો

Face of Nation 02-12-2021: કર્ણાટકથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના એક નેતા ભાજપના વિધાયકની હત્યાના પ્લાનિંગની વાત કરતા જોવા મળે છે. કોંગ્રેસના નેતાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોંગ્રેસના નેતા ભાજપ વિધાયક સાથે દુશ્મનીના કારણે તેમને મારવાની વાત કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહેલા કોંગ્રેસના નેતાનું નામ ગોપાલકૃષ્ણ છે. ગોપાલકૃષ્ણ ભાજપના કર્ણાટક ધારાસભ્ય એસઆર વિશ્વનાથની હત્યા અને ખતમ કરવા જેવી વાત વીડિયોમાં કરતા જોઈ શકાય છે. વીડિયો ક્લિપમાં ગોપાલકૃષ્ણ કથિત રીતે વિશ્વનાથની હત્યાની યોજના બનાવતા જોવા મળ્યા છે. જે કર્ણાટકના યેલહંકાથી ભાજપના ધારાસભ્ય છે.

વાયરલ વીડિયો ત્રણ મિનિટની વીડિયો ક્લિપ છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ કોંગ્રેસ નેતા એક અન્ય વ્યક્તિ સાથે વાત કરતા જોવા મળે છે. વાતચીતમાં એવું કહેતા સાંભળી શકાય છે કે ‘તેને મારી નાખો, વિધાયકને ખતમ કરો. તેને 1 કરોડ રૂપિયા થવા દો. ઠીક છે. ચલો ખતમ કરીએ. કોઈને ખબર પડવી જોઈએ નહીં…આ આપણા વચ્ચે રહેવું જોઈએ.’

આ મામલો સામે આવ્યા બાદ પોલીસે કહ્યું કે વીડિયો ક્યારનો છે તે જાણકારી મેળવવામાં આવી રહી ચે. પોલીસ આગળની કાર્યવાહી માટે મામલાની તપાસ કરી રહી છે. આ વીડિયોને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજ્યમાં શાબ્દિક જંગ પણ તેજ થયો છે. કર્ણાટકના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે  કર્ણાટક પોલીસે મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે કહ્યું કે આ મામલે તેમની ભાજપના ધારાસભ્ય વિશ્વનાથ સાથે પણ વાત થઈ છે. ગૃહમંત્રીએ કહ્યું કે મને કાલે રાતે વીડિયો અંગે જાણકારી મળી. પોલીસ FIR નોંધવા પર નિર્ણય લેશે. જરૂર પડ્યે વિધાયકને સુરક્ષા આપવામાં આવશે. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)