Home Crime સુરતમાં મોટો પર્દાફાશ, સ્કૂલના બાળકો દ્વારા કરાવાય છે અફીણની હેરાફેરી

સુરતમાં મોટો પર્દાફાશ, સ્કૂલના બાળકો દ્વારા કરાવાય છે અફીણની હેરાફેરી

Face of Nation 02-12-2021: થોડા સમય પહેલા આવેલી રઈસ ફિલ્મમાં તમે જોયુ હશે કે દારૂની બોટલોની હેરાફેરી માટે નાના બાળકોની મદદ લેવાય છે. વર્ષો બાદ આવુ દ્રશ્ય ગુજરાતમાં જોવા મળ્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર નશાનો કારોબાર કરવા માટે બાળકોને હાથો બનાવવામાં આવ્યો છે. સુરતમાં ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. અસામાજિક તત્વનો આ મનસૂબો સુરત પોલીસે અસફળ બનાવ્યો છે.

સુરતમાં 9 માં ધોરણમાં ભણતા વિધાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પુણા પોલીસે રાજસ્થાનના એક 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયલો કિશોરના બેગમાં અફીણ મૂકાયુ હતું. નશાના સોદાગર બાળકના સ્કૂલ બેગમાં અફીણ મૂકીને તેની હેરાફેરી કરાવતા હતા. કિશોર રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો.

પોલીસે બાતમીના આધારે કિશોરને અફીણ સાથે પકડ્યો હતો. ડ્રગ્સના હેરાફેરી માટે પહેલા દંપતીનો ઉપયોગ કરાતો હતો, પરંતુ પોલીસ સતર્ક બનતા હવે નશાખોરો બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. પૂણા પોલીસને માહિતી મળી હતી, જેના આધારે રસ્તા પર અફીણ લઈને જતા કિશોરને પકડી પાડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી સુરત હવે ધીરે ધીરે નશાના કાળા કારોબાર તરફ ધકેલાઈ રહ્યું છે. સુરતમાં સતત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. પણ હવે બાળકો પાસેથી પકડાતા ડ્રગ્સે પોલીસે પણ વિચારમાં મૂકી દીધા છે. સુરતમાં મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. સુરત પોલીસ માટે આ ઘટના ચોંકાવનારી છે, કારણ કે હવે માસુમ બાળકોનો નશાના વેપાર માટે ઉપયોગ કરાય છે. આવામાં ગુજરાતના બાળકો માટે આ ચિંતાનો વિષય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)