Home Uncategorized એક સપ્તાહમાં 24 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, WHOએ આપી આ ચેતવણી

એક સપ્તાહમાં 24 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, WHOએ આપી આ ચેતવણી

Face of Nation 02-12-2021કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરના વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગી ગયા છે. એક સપ્તાહમાં ઓમિક્રોન 24 દેશોમાં ફેલાઈ ગયો છે. 24 દેશોમાં અત્યાર સુધીમાં આ વેરિઅન્ટથી 210 લોકો સંક્રમિત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ઝડપથી ફેલાવા માટે સક્ષમ આ નવા વેરિઅન્ટને (B.1.1.529)ને વેરિઅન્ટ ઓફ કન્સર્ન તરીકે જાહેર કર્યા બાદ ફફડાટ ફેલાયો છે. Omicronને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપથી ફેલાતો વેરિઅન્ટ કહેવાય છે. આ દરમ્યાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે કોરોના મહામારીને લઈને આખી દુનિયામાં એક ટ્રેન્ડ બન્યો છે, જ્યાં ફક્ત ધીમું રસીકરણ જ નથી જોવા મળ્યું, પરંતુ કોરોના ટેસ્ટિંગ પણ ખૂબ જ ઓછું રહ્યું છે. આ ટ્રેન્ડ કોરોનાના ઘણા વેરિઅન્ટને વધુ શક્તિશાળી બનાવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ટ્રેડોસ એડનામ ઘેબિયસે કહ્યું, ‘કોઈએ કંઈ નવું કરવાની જરૂર નથી. કોરોનાના કેટલાક શસ્ત્રો પહેલેથી જ હાજર છે, ફક્ત તેનો યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે.’ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘WHOના 5-6 ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 24 દેશોમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. તેના આંકડા હજુ વધશે. સંગઠન આને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે.’

તેમણે કહ્યું કે અન્ય તમામ દેશોએ પણ તેને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ. પરંતુ આ વાયરસ ક્યાંક આપણને આશ્ચર્યચકિત ન કરી દે. વાયરસ આ જ કરે છે અને જ્યાં સુધી આપણે તેને ફેલાવતા રહેશું ત્યાં સુધી આ વાયરસ આમ જ કરતો રહેશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસે કહ્યું કે સંગઠન સતત ઓમિક્રોન વિશે તપાસ કરી રહ્યું છે, પરંતુ ટ્રાન્સમિશન પર તેની અસર, તેની ગંભીરતા અને ટેસ્ટ, વેક્સીનની અસર અંગે જાણવાનું બાકી છે.

તેમણે કહ્યું કે, ડબ્લ્યુએચઓ સલાહકાર જૂથોએ છેલ્લા કેટલાક દિવસોમાં મીટીંગ કરી છે જેથી પુરાવાઓની તપાસ કરી શકાય અને અભ્યાસ કર્યા પછી બાકીના પ્રશ્નોના જવાબો મેળવી શકાય. અગાઉ યુએનની આરોગ્ય સંસ્થાના વડાએ ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં દેશો દ્વારા લેવામાં આવેલા પગલાંની ટીકા કરી હતી.

મંગળવારે એક નિવેદનમાં WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે તેઓ બોત્સ્વાના અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા આ નવા વેરિઅન્ટને લઈને અત્યંત ચિંતિત છે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આ વેરિઅન્ટ મળ્યા બાદ ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશો પર ટ્રાવેલ બેન લગાવી દીધો છે.

ભારતમાં બુધવારે વિદેશથી આવેલા 3476 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી 6 કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. આ પછી તેમના સેમ્પલ જીનોમિક સિક્વન્સિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે પ્રવાસીઓ ‘એટ રિસ્ક’ દેશોમાંથી આવ્યા છે. એટલે કે તે દેશોમાંથી જેમને રિસ્કની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે અને કોરોનાના નવા વેરિઅન્ટ Omicronના કેસ સામે આવ્યા છે.આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)