Face of Nation 03-12-2021: ગુજરાતમાં કાશ્મીર જેવો નજારો છવાઈ ગયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે કાતિલ ઠંડી (coldwave) નો માહોલ છવાઈ ગયો છે. સતત બે દિવસથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠડીમાં વધારો થઈ શકે છે. 4 ડિસેમ્બરથી ઠંડી (winter) માં વધારો થવાનો છે. પરંતુ હાલ ગુજરાતના દરેક શહેરનો પારો ગગડ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીના નીચે પહોંચી ગયુ છે.
નલિયા 15.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયુ છે. તો અમદાવાદ (Ahmedabad) માં લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત બીજા શહેરો પર નજર કરીએ તો..
વડોદરા 15.8 ડિગ્રી
દમણ 16.0 ડિગ્રી
સુરત 16.6 ડિગ્રી
ભાવનગર 17.4 ડિગ્રી
ભુજ 17.8 ડિગ્રી
પોરબંદર 17.8 ડિગ્રી
રાજ્યમાં આજે પણ કાતિલ ઠંડી સાથે ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. જેની અસર ઠંડી પર પડી રહી છે. ગુરૂવારે રાજ્યના કુલ 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં સર્જાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)