Face of Nation 03-12-2021: સુરત શહેરમાં સવારથી જ આવક વેરા વિભાગ દ્વારા દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરત આવકવેરાની ટીમ દ્વારા સંગીની બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંગીની બિલ્ડગ ગ્રુપની સાથે સંગીની બિલ્ડર ગ્રુપના બે ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત બિલ્ડર ગ્રુપને ફાયનાન્સ કરનાર લોકોને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આવેકવેરા વિભાગે સપાટો બોલાવતા અરિહંત ગ્રુપ, મહેન્દ્ર ચંપક ગ્રુપ અને અશેષ દોશીને ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, બેનામી સંપત્તિ કે આવક કરતા વધુ સંપત્તિની ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે અગાઉ અમદાવાદમાં પણ અનેક જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરતમાં સવારથી જ આવેકવેરા વિભાગ ધામા નાખતા ઉદ્યોગકારો અને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)