Home Uncategorized UKથી અમદાવાદ એરપોર્ટ પર આવેલો મુસાફર પોઝિટીવ મળતાં તંત્ર થયું દોડતું

UKથી અમદાવાદ એરપોર્ટ પર આવેલો મુસાફર પોઝિટીવ મળતાં તંત્ર થયું દોડતું

Face of Nation 04-12-2021:  અમદાવાદ એરપોર્ટ ઉપર મોડી રાતે આવેલી ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર દોડતું થઈ ગયું છે. લંડનથી આવેલી ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત નીકળ્યો છે. RTPCR દ્વારા મુસાફરના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આજુ બાજુ મુસાફરી કરનારા મુસાફરોના ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

SVP હોસ્પિટલમાં મુસાફરના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આજ બપોર અથવા સાંજ સુધીમાં પરીક્ષણ અર્થે ગયેલા સેમ્પલનું પરિણામ આવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાઈરિસ્ક દેશમાંથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી ફ્લાઈટના તમામ પ્રવાસીઓના RT-PCR કરવામાં આવે છે. ગત રાત્રે યુકેથી સીધી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ આવી હતી. ફ્લાઈટમાં 222 પેસેન્જર હતા. તમામના RT-PCR કરવામાં આવ્યા હતા. જેમાંથી 1 પ્રવાસીઓ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે દેશમાં દસ્તક દીધી છે. આ વેરિઅન્ટે ચિંતા વધારી છે. કોરોનાની બે લેહરનો ભયાનક સામનો કર્યા પછી લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ત્રીજી લહેર ઓમિક્રોનથી પણ આવી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)