Face of Nation 04-12-2021: દેશના પૂર્વીય દરિયા કાંઠા તરફ ચક્રવાર્તી તોફાન જવાદ તેજીથી વધી રહ્યું છે. જવાદ ચક્રવાતી વાવાઝોડુંને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં બચાવ કાર્યની વ્યવસ્થા જોરે શોરે ચાલી રહી છે. NDRF દ્વારા 64 ટીમની તૈયારી રાખવામાં આવી છે. જવાદને કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં 4 ડિસેમ્બરનાં પ્રસ્તાવિત યૂજીસી નેટની પરીક્ષાઓનું શિડ્યુલ પણ બદલી દેવામાં આવ્યું છે. હવે આ પરીક્ષાઓ 5 ડિસેમ્બરનાં યોજાશે. આ ઉપરાંત રેલવેએ તેમની 150 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. આ આંધ્ર પ્રદેશ અને ઓડિશાનાં તટીય વિસ્તારથી પસાર થતી ટ્રેન છે. જેમાં અપમાં 54 ટ્રેન અને ડાઉનમાં 53 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તેમજ કેટલીક લોકલ ટ્રેન્સ પણ કેન્સલ કરવામાં આવી છે.
ઓડિશા સરકારે રાજ્યનાં 30માંથી 19 જિલ્લામાં સ્કૂલો બંધ રાખવાનાં આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ગજપતિ, ગંજામ, પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપાડા જિલ્લાનાં ડીએમને આદેશ કરવામાં આવ્યાં છે કે, તે આશંકિત જગ્યાઓ પરથી લોકોને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દે.
80થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે હવા ચાલી શકે છે- એક મીડિયા રિપોર્ટ મુજબ, ઓડિશાનાં વિશેષ રાહત આયુક્ત પીકે જેનાનાં જણાવ્યા અનુસાર, હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ચક્રવાત રવિવારનાં પુરીનાં તટીય વિસ્તાર પર દસ્તક આપી શકે છે. આ દરમિયાન 80થી 100 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલી શકે છે.
આ છે NDRFની તૈયારીઓ- NDRFનાં મહાનિદેશક (DG) અતુલ કરવાલનાં જણાવ્યાં અનુસાર, સંવેદનશીલ વિસ્તારમાં 46 દળ ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે 18 દળને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. NDRFની એક ટીમમાં આશરે 30 કર્મી હોય છે. NDRFની કૂલ 46 ટીમને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ મોકલવામાં આવ્યાં છે. કોઇપણ દળને એરલિફ્ટ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય તો #IDS એલર્ટ પર છે. 18 અન્ય ટીમ પણ સ્ટેન્ડ બાય પર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)