Face of Nation 04-12-2021: વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે પલટો જોવા મળી રહ્યો છે, એક તરફ ઠંડીની મોસમ ચાલી રહી છે બીજી તરફી મોસમી પવનોને કારણે ઋતુમાં ભારે પરિવર્તન જોવા મળી રહ્યું છે. એક સાથે ડબલ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, જ્યારે ઉત્તર ભારતમાં પણ હિમવર્ષાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે ઉત્તરીય પવનોથી આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધે તેવું અનુમાન પણ સેવાઈ રહ્યું છે. જોવા વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડીનું જોર વધતા અનેક મોટા શહેરો ઠંડાગાર બન્યા છે, અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.7 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી નોંધાયુ, જ્યારે નલિયામાં 14.3 ડિગ્રી, રાજકોટમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
વહેલી સવારે કડકડતી ઠંડી પડી રહી છે. વહેતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે…એક સાથે બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે.. તો બીજી તરફ માવઠાના મારને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
શહેરોમાં લોકો ઠંડીનું પ્રમાણ વધતા ગાર્ડનમાં એક્સરસાઈઝ, કસરત, વ્યાયામનો સહારો લેતા નજરે પડે છે.. અને યોગાઆસન દ્વારા પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવાનાનો પ્રયાસ કરતા જોવા મળે છે..વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે તો પવન સાથે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે.. હવામાન વિભાગના જાણકારો હજુ પણ આગામી 2 દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે તેવું જણાવી રહ્યા છે..
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં ડિસેમ્બર મહિનાની ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10 થી 12 ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું જણાવાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)