Face of Nation 04-12-2021: ઓમિક્રોન વેરિઅન્ટને લઈને મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સરકાર જાગૃત છે અને નવો વેરિઅન્ટ છે સંશોધન કરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે,સરકાર કોરોનાને લઈને ચિંતિત છે અને તમામ પ્રકારના સાવચેતીના પ્રયાસો કરી રહી છે. આ સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, નવા વેરિઅન્ટથી ગભરાવવાની જરૂર નથી. તો દરેક લોકોએ સતર્ક અને સાવચેત રહેવું પડશે
ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા વૃદ્ધમાં ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું છે અને સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂદ એક્શનમાં આવ્યા છે તેમણે તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે. તો આ સાથે જ રાજ્યના સચિવે પણ જામનગરના કલેક્ટર અને સ્થાનિક વહીવટી અધિકારીઓની એક ખાસ બેઠક બોલાવી હતી અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ બોલાવેલી આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વિદેશથી આવતા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આ સાથે જ ઓમિક્રોનને લઈને તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના અપાઈ અપાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)