Face Of Nation:શહેરમાં લોક જાગૃતિ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પાણીપુરીની દુકાનને સીલ મારી દીધું છે. લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે દુકાનનો માલિક ટાઇલેટમાં પાણીપુરીનો જથ્થો મૂકી રાખતો હતો. આ મામલે નારણપુરા ખાતે આવેલી સ્વામિનારાયણ કો.ઓ. હા. સોસાયટીના રહીશોએ હલ્લાબોલ કર્યો હતો. આ મામલે એએમસીએ કાર્યવાહી કરતા લક્ષ્મી પાણીપુરીના માલિકને નોટિસ પાઠવી હતી, તેમજ દુકાન સીલ કરી દીધી હતી. પાણીપુરી ખાવાલાયક ન હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.